Posts

શબ્દનું શિરોધારણ- વ્યાપ અને પ્રભાવ / જોગી જસદણવાળા

શબદ શિર પર ધર્યો અમે તો શબદ શિર પર ધર્યો.શબદના કુંડલ કાને પહેર્યા શબદ શ્વાસ ઉચ્છવાસે 
શબદ હી તોલ્યો, શબદ હી બોલ્યો
શબદ મૌનને ગાશે.શબદ પદારથ અતિ અમુલખ ,સુરતાને જઈ વર્યો.
અમે તો શબદ શિર પર ધર્યો.શબદ રુલાવે, શબદ ઝુલાવે, શબદ ભીતરે ઠર્યો,
શબદ હી તીર શબદ હી તરકશ શબદ નિશાને ચડ્યો.ઐસો ઉતર ગયો દિલ ભીતર ગહેરો ઘાવ હૈં કર્યો.
અમે તો શબદ શિર પર ધર્યો.@ અજીત પરમાર
કવિશ્રી અજિત પરમારનું આ ગીત એના મુખડાથી લઈને બીજા અંતરા સુધી શબ્દનો વ્યાપ દર્શાવે છે તો બીજા અંતરાથી પૂર્ણાહુતિ સુધી શબ્દનો પ્રભાવ વર્ણવી જાય છે.શબ્દ અને નિઃશબ્દની પાતળી ભેદરેખા પારખી જાય એ પરખંદો બંદો જીવન જીવવાના નવા આયામ પર અચૂક પહોંચી જ જાય. શબ્દ સંહિતાનું કર્ણપ્રિય-હૃદયપ્રિય ગાન પણ છે અને શબ્દ વિનાશનું ફળ પણ છે. કબીર સાહેબ એટલે જ ગાય છે.
शबद में जिनकु खास खबरा पड़ी ।જેને ખબર પડી જાય એ શબદદેવતાના ઓવારણા લઈ મસ્તિષ્ક પર ધારણ કરી એનું બહુમાન કરે છે. શિર પર ધારણ થયેલો શબ્દ કઈ એમ જ આપમેળે, અનાયાસે ત્યાં ધારણ નથી થયો.શબદના કુંડળ કાને પહેર્યાં, શબદ શ્વાસ ઉચ્છવાસે,
શબદ હી તોલ્યો, શબદ હી બોલ્યો, શબ્દ મૌનને ગાશે.કવિ અહીં શબદના કુંડળને કાનમાં …

મૌનનો મહિમા મૌન રહીને ... જોગી જસદણવાળા

ગણગણી, ખૂલ્લા દિલથી ગાઈ જનાર માણસ તમારી આસપાસ હોય તો એ માણસ પર આંખ બંધ કરીને પણ ભરોસો કરી લેવો, કેમ કે જે ગાઈ શકે એ સહજતાથી બધું જ છોડી, તરછોડી પણ જાણતો હોય છે.આજે તમને એક ગીત થકી મળવું છે.
મારા દ્વારા લખાયેલ આ ગીત મિત્ર જયહર્ષ પંચાલ દ્વારા સ્વરાંકિત થયું છે. નીચે link દ્વારા આઓ એ સાંભળી શકો છો.
આ ગીત પાસે જતાં પહેલાં થોડી પૂર્વભૂમિકારૂપે...द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षम परिषस्वजाते ।
तयोरन्य: पिप्पलं स्वाद्वत्य नश्नन्नन्यो अभिचाकशीति ।।અર્થાત...
કાયમ પરસ્પર મળીને સાથે રહેનારા, સમાન નામવાળા, સુંદર તેમજ ગતિવાળા બે પક્ષી એક જ વૃક્ષના આશ્રયમાં છે. એમાંથી એક સ્વાદિષ્ટ ફળને ભોગવે છે અને બીજું પેલાને જોઈ રહે છે.
ઋષિની આ વાત પૂર્ણ થઈ પણ પેલું જે જોઈ રહેનારું પક્ષી હતું એની આગળની ગતિ શું ? હવે માણો આ ગીત...
આપના પ્રતિભાવની રાહમાં...           ■ ગીત ■ચાલ,આપણે મૂંગા રહીને વાતો કરીએ...
વાક્નદીની વાંકી ચૂંકી ધારાઓમાં મૌન થઈને મળીએ...શંખનાદ તો દરિયાના ઘૂઘવતાં પુરમાં તણાઈ ગયેલી છીપનો ચહેરો,
દૂર બજે પખવાજ છતાં મન ભીતરથી ઊછળતું- કોઈ મૂકો પ્હેરો.શઢ સંકેલી નિઃશબ્દની હોડી લઈ લે , વૈતરણી ઊતરીએ...
ચ…

પ્રેમરસાયણ મીઠડું ... 【જોગી જસદણવાળા】

વેધુ જાણે એની વાતમાં રે,
ઓલ્યાં છળિયેલ શું રે જાણે.જે ઘટ લાગી, રહે તન ત્યાગી,
વાગી હે ભલકી વરામનૂ રે, તે એ દૃષ્ટિ જો રે આણે.પ્રેમ પ્રીતિની રીત હે ન્યારી,
શારી લિયે એ તો ચિત્તને રે, શબદુ ને બાણે.સહુ સાથે તોડી, જેણે હરિ સાથે જોડી,
છોડી હે લાજસંસારની રે, બીક કે'ની નજરે ના'ણે.પ્રેમીને પુરુષોત્તમ પાસે,
ભોજલ સુહાગણ સુંદરી, તે મોહનજીને માણે.
=ભોજા ભગત =વેધુ શબ્દ અર્થસભર છે . આ અખિલ બ્રહ્માંડમાં વ્યાપીરહેલ પરમતત્વનું રહસ્ય જાણવાની જેનામાં કુશળતા હોય છે તેને વેધુ કહેવામાં આવે છે . એ અતિ કાબેલ જાણભેદુ છે . એ પરમકૃપાળુ પરમેશ્વર , જે અકળ છે , એનું પગેરું આવા વેધુ જ શોધી શકે .  પરંતુ સંસારમાં રહીને જ્ઞાનની વાતોના ગપાટાં મારતા , ઉપર ઉપરથી પંડિત અને અંદરથી મોહના મારથી ખંડિત 'છળિયલ', વાસનાની પથારીમાં પોઢનારા પણ રામનામની ચદરિયા ઓઢનારા , દંભી લોકો એના રહસ્યને પામી શકતાં નથી .જેના ઘટઘટમાં રામનામની રટ લાગે છે , એ પછી પોતાના તનને તજે છે . એટલે કે શરીર પ્રત્યેનો એનો લગાવ અને ભાવ ઘટે છે અને આત્મભાવ વધે છે . એને વૈરાગ્યની કટારી બરાબર મમૅસ્થાને વાગે છે . આવો ભક્ત સંસારની બાબતોમાં મરી જાય છે અન…

હજૂર :- શબ્દફૂંકનું ગુરુગાન 【જોગી જસદણવાળા】

હજૂર !
આપ અવિચળ અંતઃતળ વિલસતો મેરુ
અમે વૈખરી ગાંઠે બાંધી ચડવાં મથતાં મજૂર .પહેલી પગથી પર પગ મૂક્યો
વળગી વરવા પડછાયા થઈ પીડા ,
બીજે અગણિત આડા ઊભા
ગળું ફૂલાવી બહુરંગી કાચીંડા .કરુણાભર એક ફૂંક વહાવી ભ્રમજાળ વિદારો સમરથ !
ભલે થાય આ હોવું ચકનાચૂર .
હજૂર !અટપટો , બહુ આડો છે આ
તમે ઈશારે વણી લીધો એ મારગ ,
જરા આંગળી ઝાલો તો આ
શાંત થાય સૌ બહુ બોલકણી રગ-રંગ.શબદ સલુણો , સત સોહાગી
વહેંચો સહુ સાધુજન વચ્ચે જેમ કોપરાં , ખારેકડી'ને ખજૂર.
હજૂર !
               = સંજુ વાળા =(નવનીત સમર્પણ ફેબ્રુ.-૧૭ માંથી)
બીજગીતની ચર્ચા પહેલાં મહાપંથ એટલે કે નિજારપંથ તેમજ બીજમાર્ગી સાધના વિશે થોડીક વાત ...'દરેક માણસ સમાન છે.' નો સિદ્ધાંત એટલે બીજમાર્ગી સાધના પદ્ધતિ . મનુષ્યમાત્રની ઉત્પત્તિ રજ અને બીજથી જ થાય છે , માનવદેહ બધે જ સરખો હોવાનો તો પછી એમાં ભેદભાવ શા માટે કરવો ? પરમતત્ત્વરૂપી સૂક્ષ્મ બીજમાંથી આ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયેલું છે . - માટે બીજને જાણવા , એના મૂળ તત્ત્વને પામવા બીજમાર્ગીઓ પ્રયોગાત્મક તત્ત્વજ્ઞાનનો આશરો લે છે . આ જ્ઞાન માત્ર વાણી વિલાસ જ નથી . રજ - બીજ શું છે ? એનો સંયોગ કઈ રીતે થાય ? રજ…

આસન માટેના આત્મમંથનની કવિતા 【જોગી જસદણવાળા】

સ્નેહી પરમારની કવિતા-  શીતળ જળમાં ભળેલી મીસરી ઠંડક સાથે ગળચટ્ટો અનુભવ કરાવે એવી સરળતાથી વહે છે અને સાથે અનુભવભાથું પણ પીરસતી જાય છે. સ્નેહી એક શેરમાં કહે છે :કાયમ થાતું સાવ નકામા ખાલે વળગ્યાં ખોલાં છે,
ઠેસું વાગી તો સમજાયું નખ તો બહુ અણમોલાં છે.
આવી જાતઅનુભવની શીખ જ વ્યક્તિને સ્વ સાથે ગુફ્તગુ કરવા પ્રેરતી હશે.સભામાં  માનભેર કોણ બેસી શકે? ઊંચા આસન પર બેસવા માટે માણસે કેવી લાયકાત કેળવવી પડે? એ વાત અહીં કવિ પોતાના નિજી અંદાજમાં કહે છે. કવિ તો ઋષિ છે... એ પોતાના આસન પર સ્થિત છે. આંગળી ચીંધવાનું આ કર્મ મને તો છેક વેદ - ઉપનિષદ - મહાભારત સુધી ખેંચી જાય છે.■ "जश्न-E-જોગી" માં માણો સ્નેહી પરમારની ગઝલ ■
કોઈનું પણ આંસુ લૂછયું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુખ્યું હોય, તે બેસે અહીં.
કવિતા અંતે તો જીવનમૂલ્યોને જીવતાં જ શીખવે છે.
મત્લામાં કવિ કહે છે કોઈના દુઃખમાં ભાગ પડાવ્યો હોય, આંસુ લૂછયું હોય તે અહીં બેસે..પણ માત્ર આંસુ લૂછવાથી અહીં બેસવાની લાયકાત મળે? કવિ આગળ કહે છે દુઃખમાં ભાગ પડાવ્યાં પછી જેને છાતીમાં દુખે, કરુણાથી હૃદય છલકાઈ જાય એ બેસવા માટે લાયક છે.
આ કોઈ સામાન્ય સભા નથી. એમાં તો…